We connect buyers and sellers with suitable, eco-friendly products
મીઠી સુગંધી છું,સોરઠની કેરી,હું છું કેસર
જો તમારે પણ જમ્બો કેસર કેરીની મજા માણવી હોય તો તમે મુલાકાત લો. ગુજરાતમાં આવેલ જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાના ડેડકીયાળી ગામમાં આવેલ જગદંબા ફાર્મની.
જગદંબા ફાર્મ એ માત્ર કેસર કલમોનું ઉત્પાદના નથી કરતું. તેમના ફાર્મમાં વિશ્વ વિખ્યાત જમ્બો કેસર, ભારતમાં થતી વેરાયટીઓમાંથી ૬૫ વેરાયટીઓ તો બનાવે છે. આ ઉપરાંત વિદેશી વેરાયટીઓ પણ બનાવે છે. જેવી કે, ઈઝરાયલની જાતો, અમેરીકન વેરાયટીઓ, ફ્લોરીડાની વેરાયટીઓ અને આફ્રિકન વેરાયટીઓ બનાવી ભારતની નામાંકિત કંપનીઓ રીલાયન્સ, એસ્સાર, સીન્ટેક્ષ તથા એગ્રોટેક કંપનીઓને કાયમી સપ્લાય કરે છે.
નરેશ બોધરાના જણાવ્યા અનુસાર પોતાના ફાર્મમાં બારેમાસ આપતી કેરીની વેરાયટી "બારમાસી"ની કલમો તો બનાવે છે સાથે-સાથે દિવાળીના પવિત્ર તહેવારોમાં પણ આપણને બધાને કેરીનો મીઠો-મધુરો રસ મળી રહે તે માંએ નાગજીભાઈ તથા નરેશભાઈ બોઘરા દ્વારા એક નવી જ વેરાયટીનું સંશોધન કરી કલમો બનાવી છે. આ બે વેરાયટીઓ છે. જગદંબા N1 અને જગદંબા N2.
જગદંબા ફાર્મ અને જમ્બો કેસર કેરીમાં ઘણી બધી જ વિશેષ્તાઓ રહેલી છે. જો તમારે બજાર ભાવ સારો લેવો હોય તો કઈ વેરાયટીઓની કલમો તથા વાવેતર પધ્ધતિ કઈ અપનાવવી જોઈએ. જેથી કેરીનું ઉત્પાદન વધારે મળે આ માટે મળો જગદંબા ફાર્મના ખેડુત પુત્ર નાગજીભાઈ બોઘરાને ફ્રી માં માર્ગદર્શન મેળવો તો થઈ જાવ તૈયાર જગદંબા ફાર્મને મળીએ, જાણીએ, માણીએ, મિત્રો કેવું લાગ્યું આ ફાર્મ? છે ને સરસ? કોમેન્ટ કરી જણાવશો. સ્ક્રીન પર નંબર આપેલા છે. હાલ આપણે આ જગદંબા ફાર્મને જોયું છે. જો આ ફાર્મની મુલાકાત લઈએ તો આપણને કેટલું બધું જાણવા મળે. તો ચાલો આપણે આ ફાર્મની વિશેષ્તારો વિશે જાણી લઈએ.
અને હા, મિત્રો જગદંબા ફાર્મ એ ૬૫ વેરાયટીઓની કલમો તો બનાવે છે સાથે સાથે ફળાઉ રોપાની કલમો બનાવે છે. જેવા કે, નાળિયેરી, ચીકુ, દાડમ, સીતાફળ, આમળા, જામફળ, સફેદ-ગુલાબી જાંબુ વિગેરે ફળાઉ રોપાની કલમો પણ બનાવે છે.
જમ્બો કેસર આંબાની કલમો, અન્ય વેરાયટીઓની કલમો તથા ફળાઉ રોપાની કલમો બનાવવા માટે વૈજ્ઞાનિક ઢબનો ઉપયોગ કરવામાં આવે છે. કુશળ કારીગરો દ્વારા કલમો બનાવવામાં આવે છે. ઓછી મહેનત, ઉત્તમ કલમો બનાવવા માટે નાગજીભાઈ બોઘરા એ હજારો પુસ્તકો વાંચ્યા છે. પોતે જ્ઞાનનો ભંડાર છે. કારીગરોને તથા અન્ય મુલાકાતીઓને ફ્રી માં માર્ગદર્શન આપી સારી ખેતી કરવા માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે.
- જમ્બો કેસર આંબાની સર્ટીફાઈડ નૂતન અને ભેટ કલમો બનાવી વ્યાજબી ભાવ સાથે ગુણવત્તાલક્ષી કલમો અહીં મળશે.
- બધી જ વેરાયટીઓનો મધર પ્લાન્ટ જગદંબા ફાર્મ ધરાવે છે. પોતાના જ ફાર્મમાં વિશાળ મધર પ્લાન્ટ બનાવી ઉત્તમ કલમો બનાવે છે.
- વિશ્વાસપાત્ર નર્સરી જગદંબા ફાર્મમાં રોગ તેમજ અન્ય જીવાણું મુક્ત તંદુરસ્ત કલમો જ આપવામાં આવે છે.
- જગદંબા ફાર્મમાં બનતી બધી વેરાયટીઓની કલમો માટે સરકાર માન્ય પ્રમાણિત કરેલ સબસીડી આધારિત કલમો આપવામાં આવશે.
- સૌથી મોટી વિશેષતા એ છે કે કલમોની સાઈઝ મુજબ વ્યાજબી ભાવ અને ગુણવત્તાનું ધોરણ સૌથી ઊંચું.
- નરેશભાઈ બોઘરાના કહેવા મુજબ ખારાશ ધરાવતી જમીનો જે વિસ્તારમાં છે ત્યાં પણ જમ્બો કેસરની કલમો તથા અન્ય વેરાયટીઓની કલમો વાવીને કેરીનું ઉત્પાદન પણ લઈ શકાય છે. ખારાશ ધરાવતી જમીનમાં પણ કલમો ઉગાડી શકાય તે માટે જગદંબા ફાર્મ એ પોલીએમ્બ્રોનીક ગોઠલા પર કલમો બનાવીન સપ્લાય કરે છે. જેથી દેશ તથા વિદેશમાં રહેલ દરેક ખેડુત ફળોનો રાજા ગણાતી કેરીનું ઉત્પાદન કરી શકે.
જગદંબા ફાર્મની વિશેષતા જોયા પછી મે તો આ ફાર્મ વિશે તથા કલમો વિશે ઘણી બધી માહિતી મેળવી તમે પણ મેળવી હશે ખરું ને?
આ ફાર્મમાં બનતી વિવિધ વેરાયટીઓ જેવી કે, જમ્બો કેસર, સોનપરી, હાફુસ, તોતાપુરી, લંગડો, દશેરી, દુધપેંડો વગેરે ભારતમાં બનતી બધી જ વેરાયટીઓની કલમો બને છે તથા વિદેશની પણ ઘણી બધી વેરાયટીઓની કલમો બને છે તથા વિદેશની પણ ઘણી બધી વેરાયટીઓ બનાવવામાં આવે છે. જેવી કે, ઈઝરાયલની વેરાયટી "પાલમર", અમેરિકન વેરાયટી ટોમી અટકીન્સ અને કેન્ટ, આફ્રિકાની વેરાયટી સેલ્ડન, ટોમ ડોક મેલ, ફ્લોરીડાની વેરાયટી માયા, કેટ જોયું ને મિત્રો આ ફાર્મમાં વેરાયટીઓનો ભંડાર છે. હવે તમને નથી લાગતું કે આ ફાર્મની મુલાકાત તો લેવી જ પડે તો ફટાફટ પહોંચી જાવ જગદંબા ફાર્મમાં અને વિવિધ વેરાયટીઓનો રસાસ્વાદ માણવા માટે ઓર્ડર કરો.
જગદંબા ફાર્મ દ્વારા જે નવી બે વેરાયટીઓ બનાવવામાં આવી છે. જગદંબા N1, જગદંબા N2. આ વેરાયટીઓનો સ્વાદ હાફુસ કેરીના સ્વાદને સમકક્ષ સ્વાદ ધરાવે છે. ઓક્ટોબર તથા નવેમ્બર માસમાં જગદંબા N1, જગદંબા N2 કેરી આંબા પર આવે છે. જેથી દિવાળી વેકેશનમાં પણ ફ્રોઝન રસને બદલે તાજો, મધુર, સ્વાદિષ્ટ રસનો આનંદ માણી શકો.
- જમ્બો કેસરમાં અન્ય વેરાયટીઓ કરતાં અનોખી વિશેષતા છે.
- જમ્બો કેસર કેરી એવી વેરાયટી છે. જેમાં એવરેજ કેરીનું વજન ૫૦૦ ગ્રામ હોય છે. જેથી માર્કેટમાં બજારભાવ પણ ડબલ મળે છે.
- જમ્બો કેસર કેરીમાં ૧૨% રસનું પ્રમાણ વધારે. આ જાતની કેરીમાં કુલ ૮૪% રસનું પ્રમાણ છે.
- જમ્બો કેસર કેરીનું ઉત્પાદન વધારવા માટે તથા ડબલ બજારભાવ મેળવવા માટે ઘનિષ્ઠ વાવેતર પધ્ધતિ અપનાવી પર હેક્ટર ૨૫ ટન ઉત્પાદન મેળવી શકાય છે.
- જમ્બો કેસરની કલમો એ દર વર્ષે ૧૦૦% નિયમિત ફળ ધારણ કરતી જાત છે.
સૌથી બેસ્ટ ક્વોલીટીની કલમો મેળવવા માટે આજે જ સંપર્ક કરો જગદંબા ફાર્મનો.